પવિત્ર અધિક માસ પહેલા ગંગા સ્નાન માટે સુરતીઓ હરદ્વાર પહોંચ્યા


પવિત્ર અધિક માસ પહેલા ગંગા સ્નાન માટે સુરતીઓ હરદ્વાર પહોંચ્યા

- અધિક માસમાં સુરતીઓની શ્રધ્ધામાં થયો વધારો


(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 17 મે 2018 ગુરૂવાર

શ્રાવણ માસની જેમ જ અધિક માસમાં પણ સુરતીઓની ભગવાન પ્રત્યેની શ્રધ્ધામાં ભારે વધારો જોવા મળે છે. આ વર્ષે આવેલા અધિક માસમાં સુરતીઓ ગંગાના પહેલા સ્નાન માટે હરદ્વાર પહોંચી ગયાં હતા.  

સુરતની મૂળ ગણાતી જ્ઞાતિઓના લોકો અધિક માસના બીજા જ દિવસે ગંગા સ્નાન માટે મોટી સંખ્યામાં પહપોંચ્યા હતા. સુરત સહિત સંખ્યાબંધ ગુજરાતીઓ ગંગા કિનારે આવેલા હરકીપેઢી ઘાટ પર પહાચતા ગંગા કિનારો ગુજરાતીઓથી ઉભરાયો હતો. પહેલા દિવસ બાદ અધિક માસમાં સૌથી વધુ સુરતીઓએ હરદ્વાર જશે.

ગઈ કાલથી શરૂ થયેલા પુરૂસોત્તમ અધિક માસમાં સુરતીઓની શ્રધ્ધામાં વધારો થયો છે. અધિક માસમાં નદીના સ્નાનમાં ગંગા નદીનું સ્નાન સૌથી વધુ પવિત્ર હોવાથી સંખ્યાબંધ સુરતી શ્રધ્ધાળુઓ હરદ્વાર તરફ પ્રયાણ કરતાં હોય છે. સુરતની મૂળ ગણાતી મોઢ વણિક, ક્ષત્રિય અને રાણા કોમના લોકો આ પવિત્ર માસમાં વધુ પડતાં શ્રધ્ધાળુઓ બની જાય છે.

અધિક માસની શરૂઆતમાં જ ગંગા સ્નાન માટે હરદ્વાર પહોંચેલા સુરતના પંકજ જરીવાલા કહે છે, જ્યારે પણ અધિક માસ આવે છે ત્યારે સમાજના લોકોની ટૂર જુદા જુદા ધાર્મિક સ્થળો પર જાય છે આ વખતે અમે ગંગા સ્નાન માટે હરદ્વાર આવ્યા છે.

શશીભાઈ માઈવાલા કહે છે, આમ તો અધિક માસમાં જુદી જુદી નદીના સ્નાનનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે પરંતુ ગંગા નદીનું સ્નાન સૌથી પવિત્ર હોવાથી અમે પરિવાર સાથે ગંગા નદીના સ્નાન માટે હરદ્વાર આવ્યા છે.

શ્યામુ જરીવાલા કહે છે, સુરતમાંથી અધિક માસ દરમિયાન હરદ્વારની ગંગા નદી સહિત અનેક તીર્થયાત્રાના સ્નાન માટેના ખાસ પ્રવાસનું આયોજન થાય છે. જેમાં સુરતીઓ પરિવાર સાથે અધિક માસનો લાભ લેવા માટે તીર્થ સ્થળે જાય છે.

હાલમાં ગંગા નદી કિનારે આવેલા હરકી પેઢી ઘાટ પર સુરત સહિત ગુજરાતના સંખ્યાબંધ શ્રધ્ધાળુઓ ભેગા થયાં હોવાથી ગંગા નદી ગુજરાતમાં જ હોય તેવો માહોલ ઉભો થયો છે. અધિક માસના શરૃઆતના દિવસો સાથે અધિક માસ પુરો થાય ત્યાં સુધી ગંગા સ્નાન માટે સુરતીઓ સતત આવતા જ રહેશે.

More Stories:-


Post Your Comment