સુરત: શિવરાત્રીના દિવસે અંબાજી મંદિરમાં મણી- રૂદ્રાક્ષના દર્શનનો અનોખો સંગમ


સુરત: શિવરાત્રીના દિવસે અંબાજી મંદિરમાં મણી- રૂદ્રાક્ષના દર્શનનો અનોખો સંગમ

- આસામના કામાખ્ય દેવી મંદિરના રૂદ્રાક્ષ દર્શન માટે મુકાયો

- હિમાચલના મંદિરમાના વિષ્ણુ-લક્ષ્મી અને શિવ-પાર્વતી મણી પહેલીવાર સુરતના અંબાજીના મંદિરમાં


(પ્રતિનિધિ  દ્વારા) સુરત, તા. 13 ફેબ્રુઆરી 2018, મંગળવાર

સુરતના શિવ મંદિરોમાં આજે ભગવાન શંકરની આરાધના માટે ભક્તોની લાઈન જોવા મળી રહી છે તો બીજી તરફ ૪૦૦ વર્ષ કરતાં વધુ પૌરાણિક સુરતના અંબાજી મંદિરમાં આજે શિવ ભગવાનનું પ્રતિક એવા નાગેશ્વર મુખી રૂદ્દાક્ષ અને મણીના દર્શનની ભીડ જોવા મળી હતી. મંદિરમાં આસામથી લવાયેલા રૂદ્રાક્ષ અને હિમાચલથી લવાયેલા મણીના દર્શન ખુલ્લા મુકાયા હોવાથી શિવરાત્રીના દિવસે પણ ભક્તો અંબાજી મંદિરમાં શિવમય બની ગયાં હતા.

શિવરાત્રી એટલે શિવ આરાધના કરવાનો ઉત્તમ દિવસ આ દિવસે સુરતના શિવ મંદિરોમાં ભક્તો ભગવાન શંકરને રિઝવવા માટે વહેલી સવારથી મોડી રાત્રી સુધી શિવજીની પૂજા કરતાં હોય છે. પરંતુ આજે શિવરાત્રીના દિવસે અંબાજી રોડ પરના પૌરાણિક અંબાજી મંદિરમાં શિવ ભક્તો પહોંચી ગયા હતા.

ભગવાન શંકરનું રૂપ ગણાતા પૌરાણિક 21 મુખી રૂદ્દાક્ષ આસામના કામાખ્ય દેવીના મંદિરમાંથી અહીના મંદિરમાં દર્શન માટે લાવવામાં આવ્યો છે. 21 મુખી રૂદ્રાક્ષ સાથે નાગેશ્વર મુખી રૂદ્રાક્ષ ભક્તોના દર્શન માટે લાવવામાં આવ્યો છે. કામાખ્ય દેવી મંદિરના એક પુજારી આ રૂદ્દાક્ષ લઈ આવ્યા છે.

અંબાજી મંદિરમાં બીજી વાર આ રૂદ્રાક્ષ આવ્યો હોવાથી શિવ ભક્તો અહી દર્શન માટે આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત હિમાચલ પ્રદેશના એક મંદિરમાંથી બે સ્ફટીક એવા મણીને પણ દર્શન માટે અંબાજી મંદિરમાં લાવવામાં આવ્યા હતા. આ બે મણીમાં વિષ્ણુ-લક્ષ્મી અને શિવ પાર્વતીના સ્વરૂપમાં છે.

પહેલી વખત આ મણી દર્શન માટે આવ્યા હોવાથી  શિવ ભક્તો શિવ મંદિરની સાથે સાથે અંબાજી મંદિરમાં આવ્યા હોવાનું મંદિરના પૂજારી રાકેશભાઈ અંબાજીવાલાએ કહ્યું હતું. તેઓ વધુમાં કહે છે,  ૪૦૦ વર્ષ કરતાં વધુ પૌરાણિક મંદિરમાં જે રૂદ્રાક્ષ લાવવામા આવ્યો છે તેની ઉંમર 300 વર્ષ કરતાં વધુ હોવાનું કહેવાય રહ્યું છે. મંદિરમાં માતાજીના દર્શન માટે આવતા શિવ ભક્તો માતાજી સાથે શિવજીના દર્શન કરે તે માટે રૂદ્રાક્ષ અને મણી લાવવામા આવ્યા છે.


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમરા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

More Stories:-


Post Your Comment