સુરત: રોગચાળા અંગે પણ ઓન લાઈન માહિતી મંગાવાશે


સુરત: રોગચાળા અંગે પણ ઓન લાઈન માહિતી મંગાવાશે

- સુરતની તમામ ખાનગી હોસ્પિટલ-ક્લિનીકનું રજીસ્ટ્રેશન ફરજિયાત


(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 15 એપ્રિલ 2018 રવિવાર

રાજ્યની અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાની જેમ સુરતમાં ખાનગી હોસ્પિટલ- ક્લિનીકના રજીસ્ટ્રેશનની કામગીરી 2007માં અટકી પડી હતી. તે કામગીરી ફરીથી શરૂ કરવા માટે સૂચના આપવામાં આવી છે.

આગામી પંદર દિવસમાં સુરત વિસ્તારની તમામ ખાનગી હોસ્પિટલ અને ક્લિનીકના રજીસ્ટ્રેશનની કામગીરી પૂરી કરવા માટે સૂચના આપવામાં આવી છે. શહેરના તમામ ક્લિનીક- હોસ્પિટલની રજીસ્ટ્રેશનની કામગીરી થતાં રોગચાળા સમયે તંત્રને માહિતી મેળવવામાં જે મુશ્કેલી પડે છે. તે મુશ્કેલીનો અંત આવશે.

હાલમાં સુરતના કેટલાક વિસ્તારમાં રોગચાળા અંગેની ફરિયાદ વખતે દર્દીઓનો ડેટા ચોક્કસ ન મળી શકતાં કામગીરમાં અવરોધ આવ્યો હતો. આવી સ્થિતિમાં રોગચળા અને દર્દી અંગેની માહિતી સચોટ મળે તે માટે સુરત શહેરની તમામ હોસ્પિટલ અને ક્લીનીકના ડેટા મ્યુનિ. તંત્રને રોજેરોજ મળી રહે તે જરૂરી છે. ડેટા મ્યુનિ. તંત્રને મળે તે માટે અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાની જેમ શહેર વિસ્તારની તમામ ખાનગી હોસ્પીટ અને ક્લીનીકના રજીસ્ટ્રેશનની કામગીરી થઈ હોવી જોઈએ.

સુરત મ્યુનિ.એ ભુતકાળમાં 2007માં આ પ્રકારની કવાયત હાથ પડી હતી, પરંતુ રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ થાય તે પહેલા જ અટકી ગઈ હતી. હવે મ્યુનિ. તંત્રએ 2007માં અટકી પડેલી રજીસ્ટ્રેશનની કામગીરી 2018માં ફરી શરૂ કરી છે.

આગામી દિવોસમાં રજીસ્ટ્રેશન ફી અને નિયમો બાબતે મ્યુનિ. તંત્ર મેડિકલ એસો. સાથે બેઠક કરશે અને ત્યાર બાદ રજીસ્ટ્રેશનની કામગીરી હાથ ધરશે. જોકે, મ્યુનિ. કમિશ્નરે અધિકારીઓ સાથેની બેઠકમાં આ કામગીરી પંદર દિવમસામં પુરી કરવા માટે સૂચના આપી હોવાથી આ કામગીરી ઝડપભેર આગળ વધે તેવી શક્યતા છે.

More Stories:-


Post Your Comment