વેલેન્ટાઈનને બદલે યંગસ્ટર્સ કરી રહ્યા છે શિવરાત્રીની ઉજવણી


વેલેન્ટાઈનને બદલે યંગસ્ટર્સ કરી રહ્યા છે શિવરાત્રીની ઉજવણી

- વેલન્ટાઈન ડેનો ખર્ચ ન કરીને કોઈ ગરીબને મદદ કરી તેમનો પ્રેમ મેળવવો વેલેન્ટેાઈન ડેથી કમ નથી


સુરત, તા.13. ફેબ્રુઆરી 2018 મંગળવાર

ભારતીય સંસ્કૃતિના મહા શિવરાત્રી અને પશ્ચિમની સંસ્કૃતિના વેલેન્ટાઈન ડે વચ્ચે એક દિવસ હોવાથી બે સંસ્કૃતિ વચ્ચેનો ટકરાવ જોવા મળી રહ્યો છે. પશ્ચિમની સંસ્કૃતિમાં સુરતના યંગસ્ટર્સ પાગલ બનીને વેલેન્ટાઈન ડે મનાવશે તો કેટલીક યુવતીઓ વેલન્ટાઈન ડેના પગલે મહાશિવરાત્રીની ભક્તિમય ઉજવણી કરવા થનગની રહી છે.

છેલ્લા એક દસકાથી સુરતમાં વેલેેન્ટાઈન ડેની ઉજવણી જોરશોરમાં કરવામાં આવી રહી છે. ત્યારે સુરતની એક કોલેજમાં અભ્યાસ કરતી યુવતીઓના ગુ્રપે વેલન્ટાઈનને બદલે શિવરાત્રીની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે.

અમિતા પટેલ કહે છે, ભગવાન શિવની આરાધના અંગે હિન્દુ શાસ્ત્રોમાં ઘણું લખાયું છે જ્યારે વેલેન્ટાઈન ડે ભારતીય તહેવાર જ નથી. અમે અગાઉ પણ વેલન્ટાઈન ડેની ઉજવણી કરતા નહોતા. આ વર્ષે શિવરાત્રીના બીજા દિવસે વેલેન્ટાઈન ડે છે તેથી અમે શિવરાત્રી મનાવી રહ્યા છે.

આ વર્ષે શિવરાત્રીના દિવસે નાવડી ઓવારાથી તાપી માતાનું પાણી લઈને ૨૫૦ જેટલી યુવતી, મહિલા અને  છોકરાઓ  સાથે કાવડ યાત્રા પણ કાઢીશું અને ભગવાન શિવની આરાધના કરીશું.

નાવડી ઓવારાથી પાણી લઈને અગ્રસેન ભવન ખાતેના શિવ મંદિરમાં અભિષેક કરીશું એમ રીચા જૈનએ જણાવ્યું. ગ્રુપથી ઇશાએ કહયું કે, વેલન્ટાઈન ડેમાં જે કાંઈ ખર્ચ થાય તે ભેગો કરીને અમે બધી ગર્લ્સ કોઈ ગરીબને મદદ થાય તેવી કોશીશ કરીશું.

ભૂખ્યાને ભોજન આપીશું. વેલેન્ટાઇન ડેની ઉજવણીમાં દેખાદેખી થાય છે. ઉજવણી માટે ખર્ચ પણ વધારે થાય છે તે પૈસા બચાવીને ગરીબોને મદદ વેલેન્ટાઇન ડે ઉજવણીથી કમ નથી. આ માટે કૉલેજીયન્સે સંકલ્પ પણ કર્યો હતો.

More Stories:-


Post Your Comment