સુરત: મ્યુનિ.ની ડિઝાઈન-કન્સલ્ટન્ટના સૂચન મુજબ બનશે ટ્રાફિક આઈલેન્ડ


સુરત: મ્યુનિ.ની ડિઝાઈન-કન્સલ્ટન્ટના સૂચન મુજબ બનશે ટ્રાફિક આઈલેન્ડ

- આડેધડ બનતાં ટ્રાફિક આઈલેન્ડ પર લાગશે બ્રેક


(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 15 એપ્રિલ 2018 રવિવાર

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં લોકભાગીદારીથી બનેલા કેટલાક ટ્રાફિક સર્કલ- આઈલેન્ડ લોકો માટે આફત બની ગયાં છે.

મોટા બનાવાયેલાકેટલા કેટલાક સર્કલ ગેરકાયદે પ્રવૃત્તિનું ધામ બની ગયા છે તો કેટલાક સર્કલમાં તદ્દન બિનપયોગી બનવા સાથે ટ્રાફિક સમસ્યાનું મૂળ બની ગયાં છે. આવી અનેક ફરિયાદ બાદ હવે આડેધડ બનતાં સર્કલ પર બ્રેક લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આગામી દિવસોમાં રસ્તાની પહોડાઈ પ્રમાણ મ્યુનિ.તંત્રએ બનાવેલી ડિઝાઈન અને કન્સલ્ટન્ટના અભિપ્રયાસ મુજબ જ ટ્રાફિક સર્કલ- આઈલેન્ડ ડેવલપ કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

થોડા સમય પહેલા મજૂરાગેટ મ્યુનિ.ના ટ્રાફિક આઈલેન્ડ અનિતિધામનો અડ્ડો બની ગયો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં મ્યુનિ.ની પ્રતિષ્ઠાને બટ્ટે લાગ્યો હતો. આવા મોટા બનેલા  સર્કલમાં કોઈ પ્રકારની સિક્યુરીટી ન હોવાથી સર્કલ ગેરકાયદે પ્રવૃત્તિનું મુળ બની ગયું છે. આ સર્કલમાં આળકો ક્રિકેટે રમે છે તો કેટલીક વખત દબાણ કરનનારાઓ  કબ્જો કરી દે છે.

શહેરમાં ઓછી પહોળાઈવાળા રસ્તા પર પણ સર્કલ બનાવી દેવાતા ટ્રાફિકની સમસ્યામાં વધારો થાય છે. કેટલી એજન્સીએે લોક ભાગીદારીથી ટ્રાફિક સર્કલ બનાવ્યા છે. તેમાં પોતાની કંપનીની જાહેરાત મોટી થાય તેવી પ્રવૃત્તિકરી છે.

આવી પ્રવૃત્તિના કારણે સર્કલ પર ટ્રાફિકનો ખ્યાલ આવતો ન હોવાથી અકસ્માતની શક્યતા પણ રહેલી છે. આવી અનેક ફરિયાદ બાદ બિનજરૂરી બનાવાયેલા ટ્રાફિક સર્કલનો ફરી સર્વે કરવામાં આવે તેથી હવે પછી જે ટ્રાફિક સર્કલ લોકભાગીદારીથી બનાવવામાં આવે તે મ્યુનિ. તંત્રએ રોડની પહોળાઈ મુજબ બનાવેલી નીતિ અને કન્સલન્ટન્ટના અભિપ્રાય મુજબ જ બને તેવી કામગીરી કરવા માટે સુચના આપી છે.

More Stories:-


Post Your Comment