Breaking News: વધુ એક એરલાઈન યાત્રિકો સાથે રહસ્યમય રીતે ગુમ * * * બગદાદમાં કેદીઓને લઈ જતી બસ પર આત્મધાતી હુમલો, 60નાં મોત * * * સુરત: મેઘરાજાની બીજી ધમાકેદાર ઇનીંગ શરુ, હથનુર ડેમ છલકાયો * * * રાજકોટમાં વરસાદની સેકન્ડ ઈનિંગ શરૂ * * * ગાંધીનગર: રાજ્યના 30 જિલ્લાના 216 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધુ સુરતના કામરેજ તાલુકામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો * * * અમદાવાદ: દુધેશ્વર બ્રિજ પર પોલીસ કોસ્ટેબલ પર ટ્રક ચાલવનાર ડ્રાઈવર સંજય ડોડીયાની ધરપકડ કરી

જાતીય શોષણ સામે સ્ત્રીએ કઈ રીતે ઝઝૂમવું?

એવી સ્થિતિ આવે કે કહેવાય નહીં, સહેવાય નહીં અને રહેવાય પણ નહીં ત્યારે હમેશાં ચોખ્ખી વાત કરી લેવી સારી. બુદ્ધિ અને પ્રતિભાની સાથે થોડું ચાતુર્ય પણ જરૃરી  હોય છે. આજે વ્યવસાયની જગ્યાએ  ટીમ વર્ક મહત્ત્વનું છે. 'ઈન્ટરપર્સનલ સ્કીલ્સ' એ કારકિર્દીના સોપાન ચડવાનો ઉત્તમ  રસ્તો ગણાય છે.  એટલે લંચ દરમિયાન વૉટર કૂલર પાસે  કે કટોકટીના  સહકર્મચારીઓ એકબીજા સાથે અચાનક અત્યંત હળીભળીને કે નિકટતાથી  કામ કરે તેવા સંજોગો ઊભા થતા જ રહે છે. જો તમે આવા વાતાવરણમાં કામ કરતાં હો તો તમને એવા પણ અનુભવ થયા હશે કે કોઈ વ્યક્તિ  મર્યાદાની  પાળ ઓળંગવાની  કોશિશ કરે  તેવે વખતે તમારે પોતે જ પોતાની સીમાઓ નક્કી કરીને ક્યાં  અટકવું તે સમજી  લેવું અનિવાર્ય થઈ પડે છે.
આજના કોર્પોરેટ વિશ્વમાં યુવતીઓએ દિવસના આઠથી દસ કલાક ઓફિસમાં વિતાવવાના  થાય છે. પુરુષ સાથીઓ  - પછી તે અપરિણીત હોય કે પરિણીત તેમની સાથે સતત સંપર્કમાં આવવાનું  થાય છે. વીજાતીય આકર્ષણનો જાદુ કામ કરે છે. અને પુરુષ સાથીઓનાં મન જુદી જ દિશામાં દોેડવા માંડે છે. આવા સમયે યુવતીઓ જોે સાવધ ન  હોય તોે અજાણતાં જ તેઓ તેમના પુુરુષ સહકર્મચારીઓને ખોટા સિગ્નલ આપી બેસે તેવું બને. પુરુષસાથી પછી ઝાલ્યા રહેતા નથી અને તેમની સાથે સંબંધો વધારવા મચી પડે છે. 'આમની સાથે ગમે તે ચાલે' જેવા ભાવથી વર્તે છે.
આરતી શર્માની નામની આઈટી પ્રોફેશનલ કહે છે, 'પુરુષ વર્ચસ ધરાવતા આ ક્ષેત્રોમાં આવું તો બનવાનું જ. મને યાદ છે, નવી ઓફિસમાં હું જોડાઈ હતી. અને મને એક નાની  કેબિન અપાયેલી, જેમાં પહેલેથી એક યુવક બેસતો હતો. શરૃઆતમાં તે મદદરૃપ થતો, મળતાવડાપણું દેખાડતો, ઓફિસ અને મારા કામથી પરિચિત થવાની  મારી કોશિશમાં સહાય કરતો. ત્યાર પછી મારા  કપડાં, મારી તૈયાર થવાની શૈલી, મારા દેખાવ વગેરે વિશે વાત કરવા લાગ્યો ત્યારે મૂંઝાઈ. મને એવી વાતો ગમતી નહીં. શરૃઆતમાં  આવી વાતોને  હું અવગણતી રહી. મને થયું કે તે સમજી જશે, અટકી જશે, પણ તે સમજ્યો નહીં, અટક્યો નહીં છેવટે મેં મારા ઉપરીને વિનંતી કરી મારી જગ્યા બદલાવી!
અમુક કિસ્સામાં  યુવતીઓ આ વાત જાહેર થાય તેમ ઈચ્છતી નથી અને પોતાની રીતે ચુપચાપ પરિસ્થિતિ સંભાળવાની કોશિશ કરે છે. તેમણે  એક વસ્તુ બરાબર સમજી  લો કે મૌૈન ઘણીવાર નિર્બળતામાં ખપી જાય છે.  જો કે, એક જાણીતા ક્લિનિકલ સાયકોલોજીસ્ટ અને સાયકોથેરાપિસ્ટ માને છે કે મૌન ઉત્તમ શસ્ત્ર છે અને તે નિર્બળતાની નિશાની બિલકુલ નથી. 'મૌન  રહેવાનો અર્થ એવો નથી  કેમ   તમે નિષ્ક્રિય  છો. તમને પરેશાન કરતી વ્યક્તિ તમારા કરાતં ઊંચીં પોસ્ટ પર હોય અને ઝઘડો  વહોરી લેવાનું પરવડવાનું ન હોય ત્યારે ઉત્તમ રસ્તો એ છે કે તમારી આસપાસ મૌનની દીવાલ રચી દો.  કામ સિવાય વાત ન  કરો  એ તે વ્યક્તિને અંગત સંવેદનાના ક્ષેત્રમાં બિલકુલ દાખલ ન થવા દો.'
આ જાતની કનડગડત  પછી તે શાબ્દિક્ હોય કે શારીરિક તેનો અર્થ એક જ થાય છે. પુરુષવર્ચસનું  વરવું પ્રદર્શન પણ શું હમેશાં સ્ત્રીઓ જ આ પ્રકારના શોષણનો  શિકાર બને છે? ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (આઈએલઓ) જણાવે છે 'આવું એટલા માટે થાય છે કે મહિલાઓ પાસે સત્તા ઓછી  હોય છે, સાહસ પણ ઓછું હોય છે અને તેમની સ્થિતિ અસલામત હોય છે તેથી તેમના સુધી પહોંચવું સરળ હોય છે.  તેથી તેમનામાં  આત્મવિશ્વાસનો અભાવ હોય છે  અને તેમનું ઘડતર એવી રીતે થયું હોય છે કે તેઓ ચુપચાપ બધું ચલાવ્યા  કરે, સહન કર્યા કરે.'
પણ આવી સ્થિતિમાં ફસાયેલી મહિલાની  સ્થિતિ એવી  થઈ જાય છે કે જાણે તે વાવાઝોડામાં સપડાઈ  હોય. એક સાયકોલોજીસ્ટ કહે છે કે મહિલાઓ માટે સાથીઓ તરફથી શાબ્દિક  કે મૌન સમર્થન અથવા ટેકો બહુ જરૃરી હોય છે. તેનાથી તેમની નૈતિક હિંમત વધે છે. 'તકલીફમાં હોય ત્યારે મહિલાઓ તેમના મિત્રો અને પરિવાર પાસેથી આશ્વાસન ઈચ્છતી હોય છે, પણ તેમણે એ સમજી લેવું જોઈએ કે તેમના આવા વલણથી ક્યારેક  તેમને પોતાને જ મુશ્કેલીમાં મુકાવું પડે છે. ગભરાવું અને પરિસ્થિતિથી ભાગવું  એનાથી કોઈ ઉકેલ  આવતો નથી. ઉપાય એક જ છે દ્રઢતા. એક અગ્રણી વકીલ જણાવે છે, 'મારા એક ઉપરી નવી આવેલી યુવતીઓને હમેશાં પરેશાન કરતા  તે હું જોતો. એ યુવતીઓની અસહાયતાથી મને તકલીફ થતી, પણ હું કંઈ કરી ન શકતો, કારણ તેનાથી વાત વણસે. મારે આવી યુવતીઓને એક જ સલાહ આપવી છે કે આવાં તત્ત્વોથી જેટલું બને તેટલું  દૂર રહેવું. મારો ઉપરી યુવતીઓને અણછાજતી પરિસ્થિતિમાં   મૂકી તેમની મૂંઝવણનો આનંદ  ઉઠાવતો. તેનું આ બેહુદુ વર્તન જોઈ મને પુરુષ હોવા માટે શરમ આવતી.
- કેતકી

આટલું જાણવું જરૃરી છે
કામકાજની જગ્યાએ - પછી તે પબ્લિક સેક્ટર હોય કે પ્રાઈવેટ, કોઈ પણ પ્રકારની કનડગત થઈ રહી હોય ત્યારે કોઈ પ્રકારના પૂર્વગ્રહ વિના કે શેહ વિના અમુક પગલાં લેવાવાં જ જોઈએ.
(૧) સરકારી કે જાહેર ખાતાંની નિયમાવલીમાં જાતીય કનડગતની  સ્થિતિમાં શી સજા થઈ શકે કે શાં પગલાં લઈ શકાય તેની કલમો હોય જ છે. તે જાણી લેવી અને તે મુજબ  આરોપીને સજા કરાવડાવવી તે અમારો અધિકાર છે.
(૨)  પ્રાઈવેટ સેક્ટરમાં  ઈન્ડસ્ટ્રીયલ એમ્પ્લોયમેન્ટ  (સ્ટેન્ડિંગ  ઓર્ડર્સ) એક્ટ ૧૯૪૬ના અન્વયે જાતીય સતામણીં  પ્રતિબંધિત છે અને તેવું કરનારા સજાને પાત્ર ઠરે છે.
(૩) કામકાજની જગ્યાએ માત્ર  કાર્ય પરિસ્થિતિ' અપ્રોપ્રિયેટ વર્ક કન્ડિશન્સની રૃએ કામકાજની  મોકળાશ, આરોગ્ય, સ્વચ્છતા, મહિલાઓની સતામણીની વ્યવસ્થાની જવાબદારી જે તે કંપનીની હોય છે. ઉપરાંત તેમણે એવું વાતાવરણ ઊભું કરવાનું હોય છે કે કોઈ મહિલા પોતાનો ગેરફાયદો ઉઠાવી શકે તેવી સ્થિતિમાં પોતાને ન અનુભવે.
(૪) જ્યારે કનડગત  વધી જાય ત્યારે ઈન્ડિયન પીનલ  કોડ કે અન્ય કાયદાકીય કલમો અનુસાર મહિલા યોગ્ય પગલું ભરી શકે છે.  
(૫) જાતીય સતામણીનો ભોગ બનનારી મહિલા પોતાની અથવા પોતાને સતાવનારની  બદલીની  માગણી કરી શકે.

જાતીય સતામણીની વ્યાખ્યા
સુપ્રીમ કોર્ટ અનુસાર કોઈ પણ અણછાજતું, જાતીયતાના ઈશારાવાળું વર્તન શરીરનો ઈરાદાપૂર્વક સ્પર્શ, એવા સ્પર્શની માગણી, એ પ્રકારની વાતો કે અભિપ્રાયો કે પછી એ પ્રકારનું અણગમતું શારીરિક, શાબ્દિક કે અશાબ્દિક વર્તન આ બધું જાતીય સતામણી અંતર્ગત આવી જાય છે.

Related Story:-

બે શો રૃમ સહિત ૪ સ્થળેથી.. ૫૦ ફુટની ઊંચાઇએથી છલાંગ લગાવનારૃ મહિલાનું.. ગુજરાતમાં વર્ષાની હેલી ઃ ઘર ઘર.. ઊંચી એડીના સેન્ડલ પહેરીને મહિલાએ.. જયવર્દનેના ૧૪૦* ઃ સાઉથ આફ્રિકા સામે.. અરવલ્લીના અનેક વાંઘા બે કાંઠે વહેતા.. બજારમાં વેચાતા ખાદ્યતેલનાં ૬૪ ટકા નમૂનામાં.. મેઘરજ નજીક પુલ નહિ બનતા પ્રજાજનોની.. ભીલડી અને લાખણી પંથકમાં ધમધમતો નકલી.. ચાણસ્માની હાઈસ્કુલને તાળાબંધી કરતા વિદ્યાર્થી અને.. Post Your Comment