Breaking News: ગુજરાતના પૂર્વ સ્પિકર વજુભાઈનું ગુજરાતને અલવિદા * * * * જાપાનમાં વડાપ્રધાન મોદીનું સંબોધન, ગુજરાતના ગાયા ગુણગાન * * * * નિફ્ટીએ 8000ની સપાટી કુદાવી દીધી

ઝાકળ બન્યું મોતી - કુમારપાળ દેસાઇ

રાજસભામાં પધારેલા મહાત્માનું આદરપૂર્વક સ્વાગત કર્યા બાદ કાશીનરેશે પોતાના મનમાં વર્ષોથી ચકરાવા લેતો સંશય વ્યક્ત કર્યો,
'ગુરુદેવ, વર્ષોથી એક સવાલ મને સતત સતાવ્યા કરે છે. આપની પાસેથી આજે એનો ઉત્તર મળશે, એવી અપેક્ષા છે. સહુ કોઇ ઇશ્વરના અસ્તિત્વની અને પ્રભુત્વની મોટી-મોટી વાતો કરે છે, પરંતુ મારે ગળે એ વાત સહેજે ઊતરતી નથી, જો ઇશ્વર હોય, તો મારે સાક્ષાત જોવા છે. બાકી બધું ખોટું.'
મહાત્માએ ઉત્તર આપ્યો, 'આ આકાશ અને ધરતી જુઓ, માનવ, જંતુ અને પશુપક્ષી જુઓ. એનું કોણે નિર્માણ કર્યું હશે એનો વિચાર કરશો એટલે બ્રહ્માંડના રચયિતા ઇશ્વરનો આપોઆપ અનુભવ થશે.'
કાશીનરેશે પુનઃ પોતાનો તીવ્ર સંશય પ્રગટ કરતાં કહ્યું, 'ગુરુદેવ, બ્રહ્માંડનિયંતા વિશે ગણ્યા ગણાય નહી તેટલાં ગ્રંથોમાં ઘણું-ઘણું વાંચ્યું છે. ઉપદેશોમાં એ જ સઘળું શ્રવણ કર્યું છે, પણ મારે તો એનું પ્રત્યક્ષ પ્રમાણ જોઇએ. તો જ હું માનું !'
મહાત્માએ કહ્યું કે તેઓ આને માટે પ્રયત્ન કરશે અને આવતીકાલે મધ્યાહ્નને મળવા આવશે.
મધ્યાહ્નનનો સૂર્ય આકાશમાં તપતો હતો. એમાંથી પારાવાર ગરમી ધરતીને સળગાવી રહી હતી, ત્યારે મહાત્માએ સમ્રાટને કહ્યું, 'ચાલો, જરા બહાર જઇએ. બપોરના બળબળતા તાપની મોજ માણીએ.'
કાશીનરેશ અકળાયા. એમને એમ થયું કે આવી ભરબપોરમાં તે કંઇ બહાર લટાર મારવા જવાતું હશે, પણ મહાત્માની આજ્ઞાાનો અનાદર કરવો મુશ્કેલ હોવાથી એમની સાથે બહાર નીકળ્યા, આ સમયે મહાત્માએ કહ્યું, 'સમ્રાટ, જરા આંખો બરાબર ખોલી રાખો અને ખુલ્લી જ રાખો. આકાશમાં તપતાં સૂર્યની ચમક જુઓ. આંખ માંડીને માત્ર સૂર્ય સમક્ષ જોજો. બીજે ક્યાંય નહી. તમારા મનમાં એ અંગે કોઇ ભય કે આનાકાની હોય, તો એનો પણ સર્વથા ત્યાગ કરજો.'
કાશીનરેશે સૂર્ય સમક્ષ જોવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સૂર્યના પ્રકાશથી એમની આંખો તત્કાળ અંજાઇ ગઇ. તેઓ બોલી ઊઠયા, 'ગુરુદેવ, આ બળબળતા સૂર્યને હું કઇ રીતે જોઇ શકું ? મારી આ શક્તિ નથી.'
મહાત્માએ કહ્યું, 'તારી વાત સાવ સાચી. આપણામાં ઇશ્વરનું સાક્ષાત રૃપ જોવાનું સાહસ નથી. જ્યારે તમે ઇશ્વરના એક નાનકડાં સર્જન સમાન સૂર્યને જોઇ શકતા નથી, તો એના વિરાટ સ્વરૃપને કઇ રીતે જોઇ શકશો ?'

Related Story:-

સાબરકાંઠામાં ૪૮ કલાકમાં બે થી ચાર.. સિધ્ધપુરની ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓની હડતાલ.. હાંસાપુર ગામ નજીક સગીરા પર બળાત્કાર.. ૧૭ મહિનાના વહાણા વીતી ગયા છતાં.. પંચમહાલ જિલ્લાના પદયાત્રીઓનું અરવલ્લી જિલ્લાના માર્ગે.. પોલીસ અધિકારીઓ દ્વારા ડ્રોન કેમેરાથી મોનીટરીંગ.. રવિવારની રાત્રિએ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક.. સુરત-મુંબઇના ૪ હીરા વેપારીના ઉઠમણામાં ૧૩૮.. ઓગસ્ટના છેલ્લા દિવસે તોફાની ઇનીંગ માંગરોળમાં.. દારૃના નશામાં મજૂરે મહિલાને બાથ ભીડી.. Post Your Comment